26 નવેમ્બર સંવિધાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લાલ બંગલા સર્કલ પાસે આવેલ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આ ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો. જે શહેર ભાજપા કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી આ તકે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરશોતમભાઈ કકનાણી, કોર્પોરેટરો પાર્થભાઈ જેઠવા, મુકેશભાઇ માતંગ, અરવિંદભાઈ સભાયા, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, તેમજ અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારો કાર્કરો મટી સ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.