Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજલારામ મંદિર હાપામાં અષાઢી બિજે ગૌ-ચારા અન્નકોટ

જલારામ મંદિર હાપામાં અષાઢી બિજે ગૌ-ચારા અન્નકોટ

- Advertisement -

જામનગરમાં આજરોજ સૌપ્રથમ વખત ગૌચારા અન્નકોટ દર્શનના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જલારામ સેવા ટ્રસ્ટ-હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, મંગલા વિઠ્ઠલેશ ગૌશાળા તથા જલારામ મંદિર હાપાના સંયુક્ત આયોજન દ્વારા આજરોજ અષાઢી બિજના પાવન દિવસે ગૌચારા અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આજે અષાઢી બિજની જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામનગરમાં જલારામ મંદિર મંગળા વિઠ્ઠલેશ ગૌશાળા ખાતે ગૌ-માતાની સેવા અને તેમના ખોરાકને ધ્યાને લઇ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જામનગરના આંગણે સૌપ્રથમ વખત ગૌ માતાના ગૌચારા માટે અન્નકોટ દર્શન યોજાયા હતાં. જેમાં ગૌચારાની વિવિધ ચીજવસ્તુઓની અન્નકોટરૂપે જલારામ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવી હતી. આ તકે જલારામ ભક્તોએ પણ પોતાના તરફથી ગૌચારા અન્નકોટ માટે સામગ્રીઓ મૂકી હતી અને અન્નકોટના સહભાગી થયા હતાં. આજે સવારે 8:30 થી સાંજે 7 વાગ્યા સુધી આ અન્નકોટ દર્શનના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જલારામ ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ગૌમાતાના વિવિધ પ્રકારના ગૌ-ચારાના અન્નકોટ દર્શનનો લાભ લીધો હતો.

આ તકે હાપા જલારામ મંદિરના પૂજારી ઉપરાંત લોહાણા સમાજના અગ્રણી વિપુલભાઇ કોટક, રમેશભાઇ દતાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને આ અન્નકોટ દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular