Monday, December 8, 2025
Homeરાજ્યજામનગરજોડિયા પોલીસ દ્વારા 168 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપયો

જોડિયા પોલીસ દ્વારા 168 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપયો

જોડિયા પોલીસ દ્વારા જોડિયા પોલીસ સ્ટેશન બાદનપર પાટાવાળા હનુમાન મંદિર પાસે રૂા.84,000ની કિંમતનો વિદેશી દારૂ ધરેલ કાર તેમજ કાર તથા મોબાઇલ મળી કુલ રૂા.3,94,000ની કિંમતનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

જામનગર જીલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા પોલીસ અંધિક્ષક દિપન ભદ્રનની સુચના અને જામનગર ગ્રામ્ય ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇના માર્ગદશન મુજબ આજરોજ જોડીયા પોલીસ સબ ઇન્સપેકટર ડી.પી.ચુડાસમા, જોડીયા પો.સ્ટાફ ટીમ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જોડીયા પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. વિક્રમભાઇ બકુત્રા તથા પો.કોન્સ. નીલેશભાઇ અઘેરાને મળેલ ચોકકસ બાતમીના આધારે બાદનપરગામ પાટા વાળા હનુમાન પાસે રોડ પર વોચ ગોઠવી વિદેશીદારૂ ભરેલ કાર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

કબુતરી કલરની હોન્ડા સીટી કાર જીજે 10 સીએન-8726માં નયનકુમાર જયંતીલાલ ઘોરેચા ની અટકાયત કરી હતી. તથા દશરથસિંહ વનરાજસિંહ જાડેજા ને ફરાર ગણાવી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં જોડિયા પોલીસ દ્વારા 84,000 કિંમતની 168 નંગ વિદેશી દારૂની બોટલ તેમજ 3,00,000ની કિંમતની મોટરકાર તથા 10,000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 3,94,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ કામગીરી પોલીસ સબ ઇન્સ. ડી.પી.ચુડાસમા તથા પો.હેડ કોન્સ. કલ્પેશભાઇ દલસાણીયા તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઇ બકુત્રા તથા પો.કોન્સ. નીલેશભાઇ અઘેરા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. રવીભાઇ મઢવી દ્વારા કરવામા આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular