Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બ્રાસ સ્ક્રેપના ભાવોમાં તકેદારી રાખવા નાના ઉદ્યોગકારોને અપીલ

જામનગરમાં બ્રાસ સ્ક્રેપના ભાવોમાં તકેદારી રાખવા નાના ઉદ્યોગકારોને અપીલ

જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન, જીઆઇડીસી પ્લોટ/સેઇડ હોલ્ડર એસો. (દરેડ) તથા જામનગર એક્ઝિમ મેટલ મર્ચન્ટ એસો. દ્વારા આર્થિક નુકસાની રોકવા જણાવાયુ

- Advertisement -

જામનગરના બ્રાસ ઉદ્યોગમાં બ્રાસ સ્ક્રેપના અવાસ્તવિક ભાવથી નાના ઉદ્યોગકારોને થતું આર્થિક નુકસાન રોકવા તકેદારી રાખવા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન, જીઆઇડીસી પ્લોટ/સેઇડ હોલ્ડર એસો. (દરેડ) તથા જામનગર એક્ઝિમ મેટલ મર્ચન્ટ એસો. દ્વારા અપીલ કરવામાં આવી છે.

જામનગરના બ્રાસઉદ્યોગમાં કાચામાલ તરીકે વપરાતા પિત્તળ ભંગારના ભાવો છેલ્લા કેટલાંક સમયથી આંતરરાજ્ય બજારોમાં થયેલ વધારાનો કારણે ખૂબ જ ઉંચા ગયેલ છે. પરંતુ અમુક વ્યાપારીઓ બોગસ બિલિંગથી સપ્લાય કરતાં હોવાથી બ્રાસ સ્ક્રેપના વેચાણ ભાવો વચ્ચે ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. એવી રજૂઆતો ઉદ્યોગકાર તરફથી એસો.ને મળેલ હતી જે અનુસંધાને જામનગર ફેકરી ઓનર્સ એસો., જીઆઇડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસો. તથા જામનગર એક્ઝિમ મેટલ મર્ચન્ટ એસો.ના હોદ્ેદારો તથા અન્ય અગ્રગણ્ય ઉદ્યોગકારોની એક અગત્યની બેઠક જામનગર ફેકટરી ઓનર્સ એસો. ખાતે મળેલી હતી. જેમાં જુદા જુદા મેમ્બરો તરફથી આવેલ રજૂઆતોમાં આ પ્રકારના ભાવફેર બોગસ બીલો મારફત થતાં વેચાણ/બીલ વગરના માલની હેરફેરને કારણે બની રહ્યું છે. તેવું સભ્યોનું માનવું હતું જે અનુસંધાને આ પ્રકારના બોગસ બિલીંગના વ્યવહારોને કારણે નાના ઉદ્યોગકારોને ભવિષ્યમાં કોઇ મૂશ્કેલી ઉપસ્થિત ન થાય તે માટે દરેક વ્યાપારી/ઉદ્યોગકારોને પુરતી તકેદારી રાખી તેમના દ્વારા થતી ખરીદીની પુરતી ખરાઇ કરી ધંધાકીય વ્યવહારો કરવા માટે જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઇ કેશવાલા, જીઆઇડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસો. (દરેડ)ના પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા તથા જામનગર એક્ઝિમ મેટલ મર્ચન્ટ એસો.ના પ્રમુખ ધરમશીભાઇ જોશી દ્વારા સંયુક્ત યાદીમાં જાહેર અપીલ કરવામાં આવી છે. વિશેષમાં આ મુદ્ે અસો. દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવનાર છે તેમ જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular