Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકા સુદામા સેતુની હાલની પરિસ્થિતિ અંગે નિરીક્ષણ હાથ ધરાયું

દ્વારકા સુદામા સેતુની હાલની પરિસ્થિતિ અંગે નિરીક્ષણ હાથ ધરાયું

રિપોર્ટ આવ્યા બાદ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે

- Advertisement -

મોરબીની મચ્છુ નદી પરના પુલની હોનારતને ધ્યાને લઈ દ્વારકામાં સુદામા સેતુ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જે અવન્યે આજે સુદામા સેતુ સોસાયટીના એન્જિનિયરો તથા સરકારી તંત્ર આર. એન્ડ એમ.ના એન્જિનિયરોની ટીમ, દ્વારકાના પ્રાંત અધિકારી, મામલતદાર વિગેરે દ્વારા સાથે મળીને એક ટીમની રચના કરવામાં આવી હતી.

- Advertisement -

આ ટીમ દ્વારા સુદામા સેતુની મુલાકાત લઈ અને તમામ પાસાઓની ખરાઈ કરવામાં આવી હતી. સુદામા સેતુમાં હાલમાં લોખંડ, લાકડાના પાટીયા, સાઈડ જાળી તથા લોખંડના દોરડાની વિગેરેની મજબૂતાઇનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા સુદામા સેતુના ફોટા પાડવામાં આવ્યા હતા તથા મટીરીયલ પણ ચેક કરાયું હતું.

સાથે સાથે હાલમાં આ સેતુની મજબૂતાઈ કેટલી છે, તેમાં એક સાથે કેટલા લોકોને આવાગમન કરવા દઈ શકાય, તથા અન્ય મજબુતાઇના માપદંડોના નિરીક્ષણો હાથ ધરાયા હતા. આ ટીમ દ્વારા આ તમામ નિરીક્ષણોનો રિપોર્ટ આવ્યા બાદ લોકો માટે ખુલ્લો મુકી શકાય કે કેમ તે નક્કી થશે. જ્યાં સુધી આ રિપોર્ટ ન આવે અને તમામ પ્રકારની ખરાઈ ન થાય ત્યાં સુધી સુદામા સેતુ લોકો માટે બંધ રખાશે તેમ દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular