રાજકોટ મઘ્યસ્થ જેલનો કેદી પેરોલ રજા પર ગયા બાદ ફરાર હોય જામનગર પેરોલ ફર્લો સ્કવોડે જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગે વિગત મુજબ રાજકોટ મઘ્યસ્થ જેલમાં સજા ભોગવતો કેદી મહમદ ઉર્ફે મેમુડો ઇસાક ખાટકી નામનો શખ્સ પેરોલ ઉપર જામીન મુકત થયો હતો. જે કેદીને તા.3-9-2025ના રોજ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ હાજર થયો ન હોય હાલમાં રીક્ષામાં જુના રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થનાર હોવાની પેરોલ ફર્લો સ્કવોડના સલીમભાઇ નોયડા, ગોવિંદભાઇ ભરવાડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદીયા, હાર્દિકભાઇ ભટ્ટ તથા દિલીપસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈનીની સુચના અને એલસીબીના પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એમ. વી. ભાટીયા, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોઇડા, હે.કો. સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટટ્ટ, પો.કો. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, એલસીબી હે.કો. નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે મહમદ ઉર્ફે મેમુડો ઇસાક ખાટકી નામના શખ્સને ઝડપી લઇ રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતે સોંપી આપ્યો હતો.
View this post on Instagram


