જામનગર શહેરમાં સમર્પણ સર્કલ અન્ડર બ્રીજ પાસેના રહેણાંક મકાનમાંથી સિટી ‘સી’ ડિવિઝન પોલીસે 165 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના સમર્પણ સર્કલ અન્ડર બ્રીજ પાસે આવેલી વાસા વીરા સોસાયટીમાં ક્રિષ્ના પેલેસ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 101માં રહેતા મોહિત ઉર્ફે ઉકેડી આંબલિયા નામના શખ્સના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન તલાશી લેતાં ફલેટમાંથી રૂા. 33,000ની કિંમતની ઇંગ્લીશ દારૂની 165 બોટલ મળી આવતા પોલીસે દારૂનો કબ્જો સંભાળી શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


