જામનગર તાલુકાના દરેડ ગામથી મસિતીયા જવાના માર્ગ પર આવેલા એક રહેણાંક મકાનમાં આજે સાંજના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. આગ ફેલાઈ જતાં મકાનની ઘરવખરી સળગીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ ના આધારે ફાયરટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જો કે તે પૂર્વે આગ કાબુમાં આવી ગઈ હતી અને સદનસીબે કોઈ જાન હાની કે કોઈને ઇજા થઇ ના હતી.