Monday, December 30, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક સેન્ટ્રો કાર રોડ નીચે ખાબકતા બે યુવાન મિત્રોના કરૂણ મોત

દ્વારકા નજીક સેન્ટ્રો કાર રોડ નીચે ખાબકતા બે યુવાન મિત્રોના કરૂણ મોત

અન્ય બે યુવાનો ઘાયલ

- Advertisement -

દ્વારકા – પોરબંદર રોડ પર ભીમપરા ગામના પાટિયા પાસે દ્વારકાથી રાજકોટ પરત ફરતી વખતે કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગૂમાવતાં કાર રોડ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર મિત્રો પૈકી ચાલક સહિત બે યુવાનોના ધટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે અન્ય બે યુવાનો ઘાયલ થયા હતા.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ રાજકોટથી જી.જે. 16 એ.પી. 8976 નંબરની સેન્ટ્રો મોટરકાર લઈને નીકળેલા લાલાભાઈ રણછોડભાઈ ઉર્ફે મુન્નાભાઈ બાંમ્બા નામના 21 વર્ષના ભરવાડ યુવાન તેમના અન્ય મિત્રો સાથે રાજકોટથી દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. ગઈકાલે સોમવારે સવારે આશરે પોણા 11 વાગ્યાના સમયે દ્વારકાથી દર્શન કરીને નીકળતા પોરબંદર માર્ગ પર ભીમપરા ગામ નજીક પહોંચતા કારના ચાલક લાલાભાઈએ મોટરકાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે આ મોટરકાર રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં કાર ચાલક લાલાભાઈ રણછોડભાઈ (ઉ.વ. 21) તથા તેમની સાથે પાછળની સીટમાં બેઠેલા હરેશભાઈ ગંગારામ મંગલાણી (ઉ.વ. 38, રહે નાના મવા, રાજકોટ) નામના બે યુવાનોને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે આ કારમાં જઈ રહેલા અન્ય બે યુવાનો સાગર મૂળજીભાઈ સોલંકી અને અજય તારાચંદ મંગલાણીને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ સાથે વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ ઘટનાની જાણ હાઈવે ઓથોરીટીની હેલ્પલાઇન નંબર 1033 માં કરાતા ઓથોરીટી ટોલ પ્લાઝાના મેનેજર પબુભા એભાભા કાજરા તથા તેમની ટીમએ ધટના સ્થળે દોડી જઈ તમામ ધાયલ લોકોને દ્વારકા સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તથા મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે રાજકોટના નાના મવા વિસ્તારમાં રહેતા ભરવાડ કાનાભાઈ ઘેલાભાઈ બાંમ્બા (ઉ.વ. 36) ની ફરિયાદ પરથી મૃતક કારના ચાલક લાલાભાઈ રણછોડભાઈ બાંમ્બા સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. આર.એસ. સુવાએ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

અકસ્માત તથા આશાસ્પદ યુવાનના અકાળે મૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular