જામનગર મહાનગર પાલિકા તથા પોલીસ વિભાગ દ્વારા શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા 11 ગાય અને 20 ખુટીયાને પકડી પાડી ઢોરના ડબ્બે પૂરવારમાં આવ્યાં હતાં.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરમાં ટ્રાફિકને અડચણરૂણ રખડતા ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના સંયુકત પ્રયત્નોથી ચાર ટીમો મારફત સતત 2 શીફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 11 ગાય અને 20 જેટલા ખુટીયા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ હોય જેને પકડી જામ્યુકો સંચાલિત ઢોરના ડબ્બે પૂરવારમાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગત સપ્તાહ દરમિયાન 92 જેટલા પશુઓને પકડી ઢોરના ડબ્બે રાખવામાં આવ્યાં હતાં. આ તકે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર માલિકોને પોતાના પશુઓને શહેરમાં જાહેર માર્ગ પર ન છોડવા પણ તાકીદ કરવામાં આવી છે.