ધો.10 અને 12 ની ગુજરાત બોર્ડની પરીક્ષા નજીક આવી ચૂકી છે. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારીમાં લાગી ચૂકયા છે ત્યારે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા 78 વિધાનસભા વિસ્તારમાં આવેલી શાળાઓમાં બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ તકે શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, ધિરેનભાઈ મોનાણી, શિક્ષણ સમિતિના સભ્ય રમેશભાઈ કંસારા, યુવા ભાજપા પ્રમુખ દિલીપસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, ધારાસભ્ય રિવાબા જાડેજાના પીએ મનદીપસિંહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષામાં ઉચ્ચ ગુણ સાથે તેમના પરિવારનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી.