ધૂળેટીના પર્વમાં જામનગર ઉપરાંત અન્ય રાજ્યમાં પણ અનેક ભકતો ભગવાન શ્રી દ્વારકાધીશના ફુલડોલ ઉત્સવમાં પદયાત્રા કરીને પહોંચતા હોય છે. જગતમંદિર ખાતે યોજાનાર ફુલડોલ ઉત્સવને લઇને ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અસંખ્ય લોકો ચાલીને ભગવાન દ્વારકાધીશના દર્શને અને ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા જતા હોય છે. ત્યારે આ પદયાત્રીઓની સેવામાં હાઈ-વે ઉપર ઠેક ઠેકાણે સેવા કેમ્પો પણ યોજાતા હોય છે. આ સેવા કેમ્પોમાં સેવભાવીઓ પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવતા હોય છે. હાલારના સાંસદ પૂનમબેન માડમ પણ દર વર્ષે પદયાત્રીઓના કેમ્પની મુલાકાત લેતા હોય છે. ત્યારે આ વર્ષે પણ સાંસદ પૂનમબેન માડમે પદયાત્રીઓના સેવા કેમ્પની મુલાકાત લીધી હતી અને પદયાત્રીઓને ભોજન પણ પીરસી આ સેવા કાર્યમાં સહભાગી બન્યા હતાં.