ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામે રહેતા રામદેભાઈ વરવાભાઈ ચુડાસમા નમના 50 વર્ષના આહિર આધેડને ખંભાળિયા તાલુકાના ચાંદવાડ ગામે રહેતા નગાભાઈ ભીખાભાઈ કરમુર અને રણમલભાઈ મુરૂભાઈ ભેટારીયા નામના બે શખ્સો દ્વારા પથ્થરના છૂટા ઘા મારી, ઈજાઓ કર્યાની તથા “તને જીવતો રહેવા દેવો નથી. કૂવામાં નાખી દેવો છે” તેમ કહી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી રામદેભાઈ સાથે આરોપીઓને અગાઉ જમીનના શેઢા બાબતે મનદુ:ખ ચાલતું હોય, જે બાબતનો ખાર રાખી બંને આરોપીઓએ એકસંપ કરી, હુમલો કર્યાનું તથા જાન મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 337, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.