ઓખા મંડળના ભીમરાણા ગામમાં રહેતી તરૂણીએ કોઇ કારણસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતી સુનિતાબેન ઉર્ફે સુનકી ભરતભાઈ ભાભોર (ઉ.વ.17) નામની આદિવાસી તરૂણીને કોઈ બાબતે મનમાં લાગી આવતા શુક્રવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવની અનિલભાઇ દ્વારા જાણ કરાતા મીઠાપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.