જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા 13 પોલીસ કર્મીઓને બઢતી આપવામાં આવતા હોળીના તહેવાર પૂર્વે પોલીસ કર્મચારીઓમાં ખુશીની લાગણી છવાઈ છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા બઢતી આપવામાં આવી છે. જેમાં અનાર્મ કોન્સ્ટેબલ વિપુલ કારુભાઈ વરૂ, ગૌતમભાઈ મનસુખભાઈ અકબરી, ભવદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, વિરભદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, તજજ્ઞીકકુમાર કિશોરભાઈ પાંભર, સુરપાલસિંહ ઉદયસિંહ જાડેજા, ગીરીરાજસિંહ કિરીટસિંહ જાડેજા, રાજેશભાઇ કાનાભાઈ કંડોરિયા, શૈલેષભાઈ કાંતિલાલ ઠાકરીયા, ભાવેશકુમાર હરીભાઈ લાંબરીયા તથા સુનિલકુમાર ગોરધનભાઈ ડાભીને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલથી અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત આર્મ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા અને રવિકુમાર દેવજીભાઈ પરમારને આર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.