Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઆઈ.સી.આઈ.સી.આઈ બેંક ખાતે જોબફેર યોજાયો

આઈ.સી.આઈ.સી.આઈ બેંક ખાતે જોબફેર યોજાયો

ભરતીમેળામાં હાજર રહેલા 250 ઉમેદવારો માંથી 60 ઉમેદવારોની પસંદગી કરાઇ

રોજગાર કચેરી જામનગર દ્વારા તા.4 માર્ચના રોજ સવારે 10:00 કલાકે આઈ.સી.આઈ.સી.આઈ બેંક, જામનગર ખાતે સિનીયર ઓફીસર, સેલ્સ ઓફિસરની 60 જગ્યા માટે ખાસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામા 250 થી વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા અને 10 થી વધારે આઈસીઆઈસીઆઈ બેંકની ઈન્ટરવ્યું પેનલ દ્વારા વિવિધ 60 જગ્યા પર ઉમેદવારોના ઈન્ટરવ્યું લઈને પસંદગી કરવામાં આવી હતી. ઈન્ટરવ્યુ માટેની વ્યવસ્થા માટે ઉમેદવારોને ટોકન આપવામાં આવ્યા હતા.

- Advertisement -

આ ભરતીમેળામાં રોજગાર કચેરીના મદદનીશ નિયામક સરોજબેન સોડપા, રોજગાર અધિકારી ભારતીબેન ગોજીયા, પ્લેસમેન્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ વાઢેર, આઈસીઆઈસીઆઈ બેંક જામનગરના બાન્ચ મેનેજર નારાયણ બાલા, ચેતનભાઈ ખખ્ખર, અંજલિ શુક્લા તથા અપૂર્વ રાવલ હાજર રહ્યા હતા

રોજગાર કચેરી દ્વારા અનુબંધ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in)ના માધ્યમથી જોબફેર યોજવામાં આવે છે. જેથી દરેક રોજગાર વાચ્છુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા મદદનીશ નિયામક (રોજગાર) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular