Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયકર્ણાટકમાં ભાજપ ધારાસભ્યના પુત્રને ત્યાંથી મળ્યાં નોટોના થપ્પા

કર્ણાટકમાં ભાજપ ધારાસભ્યના પુત્રને ત્યાંથી મળ્યાં નોટોના થપ્પા

- Advertisement -

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે સત્તાધારી ભાજપના ધારાસભ્યના સરકારી અમલદાર પુત્રના ઘરેથી 8 કરોડથી વધુની રોકડ રકમ મળી આવતા સત્તાધારી પક્ષ શરમજનક સ્થિતિમાં મુકાયો છે.

- Advertisement -

ભાજપના ધારાસભ્ય માદલ વિરૂપાક્ષપ્પાના પુત્ર પ્રશાંતને 40 લાખની લાંચ લેતાં ઝડપી લીધા બાદ લોકાયુક્ત દ્વારા તેના ઘરે પડાયેલા દરોડામાં કરોડોની બિનહિસાબી આવક અને સંપત્તિ શોધી કાઢી છે. દરમિયાનમાં પ્રશાંતની ધરપકડ કરી તેને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી અપાયો છે. મહત્વની વાત એ છે કે આ કેસમાં ભાજપના ધારાસભ્યને આરોપી બનાવવામાં આવ્યા છે.

લોકાયુક્તની પાંખને ભાજપ ધારાસભ્ય માદલ વિરૂપક્ષપ્પાના પુત્રના ઘરેથી 6 કરોડની રોકડ મળી હતી. એ પછી તેમની ઓફિસના દરોડામાં 1.75 કરોડની રોકડ પણ જપ્ત કરાઇ હતી. તેમના પુત્ર પ્રશાંત મદલ ગુરુવારે લાંચ લેતા પકડાયા હતાં.

- Advertisement -

સુત્રોના જણાવ્યાનુસાર, ધારાસભ્ય ગુમ થઈ ગયા છે અને તેમણે ધરપકડ પહેલાની જામીન અરજી કરી દીધી છે. મોડીરાત સુધી તેમની શોધખોળ ચાલી રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular