Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકાલાવડમાં વીજશોક લાગતા શ્રમિક યુવાનનું મોત

કાલાવડમાં વીજશોક લાગતા શ્રમિક યુવાનનું મોત

ઇંટોના ભઠ્ઠામાં અંજવાળા માટે મધ્યરાત્રીના દોરડુ સરખુ કરવા જતા અકસ્માત: સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ

- Advertisement -

કાલાવડમાં કૈલાશનગર વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠામાં મધ્ય રાત્રિના સમયે ઈલેકટ્રીક દોરડુ સરખુ કરવા જતા સમયે શ્રમિક યુવાનને વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતાં અનેો મજૂરી કામ કરતો સંજયભાઈ મનસુખભાઈ ચૌહાણ (ઉ.વ.25) નામનો યુવાન મધ્યરાત્રિના સમયે કૈલાસનગરમાં આવેલા ઈંટોના ભઠ્ઠામાં અજવાળુ કરવા માટે લાઇટનો દોરડું સરખુ કરવા જતાં વીજશોક લાગતા બેશુધ્ધ થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ અજયભાઈ દ્વારા કરાતા હેકો વી.ડી.ઝાપડિયા સહિતના પોલીસ સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular