ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભાનું બીજુ સત્ર તા.23 ફેબ્રુઆરી, 2023 થી તા. 29 માર્ચ, 2023 દરમિયાન આયોજિત કરવામાં આવેલ છે. સત્ર દરમિયાન રાજ્યના અંદાજપત્રને લગતી બાબતો, વિવિધ વિધેયકો, ગૃહમાં પ્રશ્ર્નોત્તરી અને અન્ય સરકારી કામકાજ વિગેરે અગત્યનું કાર્ય હાથ ધરવામાં આવનાર છે.
રાઘવજીભાઇ પટેલ, માન. મંત્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ માન. ધારાસભ્ય, જામનગર (ગ્રા) ને ઉક્ત સત્ર દરમિયાન સોંપવામાં આવેલ વિષયો ઉપરાંત અન્ય સરકારી કામકાજ સંભાળવાનું હોઇ તેઓ તા. 29 માર્ચ, 2023 સુધી અનિવાર્ય સંજોગો સિવાય વિધાનસભા મતવિસ્તારમાં લોકસંપર્ક કરી શકશે નહિ, જેની સર્વે સંબંધિતો અને મતવિસ્તારની જાહેર જનતાએ નોંધ લેવી.


