ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રીકા સાધ્વી રત્ના પૂ. હિરાબાઇ મ.સ. સમાધી ભાવે રાજકોટમાં સોમવારે કાળધર્મ પામ્યા હતાં. તેમની પાલખીયાત્રા ગઇકાલે બપોરે 1 વાગ્યે રાજકોટના શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી સંઘ દ્વારા સરદારનગર મેઇન રોડથી નિકળી હતી. જેમાં રાજકોટ તથા સમગ્ર ગુજરાતમાંથી જૈન-જૈનેતર ભાઇઓ-બહેનો બહોળી સંખ્યામાં પાલખીયાત્રામાં જોડાયા હતાં. જે પાલખીયાત્રા સરદારનગર ઉપાશ્રયથી નિકળી યાજ્ઞિક રોડ, માલવીયા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ, ભૂપેન્દ્ર રોડ, મોટા ઉપાશ્રય, વિરાણી વાડી થઇ શ્રીરામનાથ મુક્તિધામ ખાતે પહોંચી હતી. રસ્તામાં તડકો હોવાથી પાણી, આદુ-લીંબુની વ્યવસ્થા સરદારનગર સંઘ દ્વારા કરવામાં આવી હતી. આ પાલખીયાત્રા યાત્રાનો જામનગરના સુશિલાબેન રમણિકલાલ શેઠ પરિવારના નિલેશભાઇ અને અજયભાઇ શેઠ તથા રોહિતભાઇ મહેતા અને ચિન્ટુભાઇ મહેતા સાથે દિપકભાઇ શાહ, સુબોધભાઇ વારીયા, યોગીભાઇ વારીયા, વિમલભાઇ મેતા તથા સેવાની ટીમે લાભ લીધો હતો. આ ઉ5રાંત પાલખીયાત્રામાં જામનગરથી દિપ્તિબેન રોહિતભાઇ મહેતા, સ્મિતાબેન, દેવેનભાઇ સંઘવી, મયૂરભાઇ શાહ, ચેતનભાઇ શાહ પરિવાર, મંજુલાબેન મહેતા, રીટાબેન, મનીષાબેન, બીન્દુબેન, પરેશભાઇ વારીયા વગેરે જોડાયા હતાં.