Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં ઉનાળાના પ્રારંભે જ બદલાયો મોસમનો મિજાજ

દેશમાં ઉનાળાના પ્રારંભે જ બદલાયો મોસમનો મિજાજ

- Advertisement -

ભારતમાં આ વર્ષનો ઉનાળો અત્યંત આકરો રહેવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉનાળાના પ્રારંભે જ હવામાન પલ્ટો થયો હોય તેમ પાટનગર દિલ્હી એનસીઆર સહિતના ઉતર ભારતીય રાજયોમાં વાતાવરણ બદલાયું હતું. વાદળો ઘેરાવા સાથે છાટાછૂટી વરસી હતી. બીજીતરફ માર્ચના બીજા સપ્તાહમાં ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં માવઠુ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -

દેશના અનેક રાજયોમાં ફેબ્રુઆરીમાં જ રેકોર્ડતોડ ગરમી પડી હતી અને હવે માર્ચથી મે દરમ્યાન તાપમાન આકરૂ રહેવાની આગાહી વચ્ચે ઉનાળાના પ્રારંભે જ હવામાન પલ્ટા હેઠળ દિલ્હીમાં હળવો વરસાદ વરસ્યો હતો. આજે પાટનગર દિલ્હીમાં ગુલાબી વાતાવરણ સર્જાયુ હતું. તોફાની પવન ફૂંકાવાની સાથોસાથ હળવો વરસાદ પણ નોંધાયો હતો. સવારે ચારેક કલાક સુધી જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ થયો હતો. વહેલી સવારથી હવામાન પલ્ટાથી દિલ્હીવાસીઓ પણ આશ્ર્ચર્યચકિત બન્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપમાન અને ગરમી બાદ આ હવામાન પલ્ટાથી રાહત થઇ હતી. દિલ્હી, નોઇડા, ગાઝીયાબાદ સહિતના ભાગોમાં કેટલાક દિવસોથી તાપમાનમાં અસામાન્ય વધારો થયો હતો તે અત્રે ઉલ્લેખનીય છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 48 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદ અને હીમવર્ષા થવાની સંભાવના છે. 2 માર્ચ સુધી હવામાન પલ્ટો રહી શકે છે અને આ દરમ્યાન શ્રીનગર, જમ્મુ, સિન્થનટોક સહિતના ભાગોમાં વાહન વ્યવહારને પણ અસર થઇ શકે છે. કાશ્મીર ઉપરાંત બિહારમાં પણ પશ્ર્ચિમી પવનના કારણે તાપમાનમાં બદલાવ જોવા મળશે. આ જ રીતે હરિયાણામાં પણ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular