Wednesday, December 25, 2024
Homeઆંતરરાષ્ટ્રીયગ્રિસમાં ટ્રેન-માલગાડીની ટક્કર : 29ના મોત

ગ્રિસમાં ટ્રેન-માલગાડીની ટક્કર : 29ના મોત

- Advertisement -

ગ્રીસમાં એક મોટો અકસ્માત થયો છે. ટ્રેન દુર્ઘટનામાં 26 લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઉત્તરી ગ્રીસમાં બુધવારે વહેલી સવારે એક પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી, ફાયર સર્વિસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 26 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 85 ઘાયલ થયા હતા. હાલમાં લોકોને બચાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

- Advertisement -

એથેન્સથી લગભગ 380 કિમી ઉત્તરે ટેમ્પે નજીક અકસ્માત બાદ અનેક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી અને ઓછામાં ઓછા ત્રણમાં આગ લાગી હતી. લારિસા શહેરમાં હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી અનુસાર, એથેન્સથી લગભગ 380 કિલોમીટર ઉત્તરમાં ટેમ્પે નજીક દુર્ઘટના બાદ અનેક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી અને ઓછામાં ઓછા ત્રણમાં આગ લાગી હતી. નજીકના શહેર લારિસામાં હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના કોની ભૂલથી થઈ છે, તે હાલ સ્પષ્ટ નથી. ગ્રીસના થેસાલી ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું કે એક પેસેન્જર ટ્રેન એથેન્સથી ઉત્તરી શહેર થેસાલોનિકી જઈ રહી હતી, જ્યારે માલસામાન ટ્રેન થેસાલોનિકીથી લારિસા આવી રહી હતી. તે જ સમયે, લારિસા શહેર પહેલા પણ આ બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. હાલમાં, 250 મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને બસોમાં થેસાલોનિકી શહેરમાં મોકલવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular