કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં બ્રિટનની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે. જોકે તેના પહેલા જ તેમના લૂકની તસવીર સામે આવી હતી. રાહુલ ગાંધીએ આશરે 170 દિવસ બાદ દાઢી-મૂંછ ટ્રિમ કરાવીને આ નવો લૂક મેળવ્યો હતો. તેની સાથે તેઓ ટાઈ-કોટ પહેરેલા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 7 સપ્ટેમ્બર 2022થી ભારત જોડો યાત્રાની શરૂઆત કર્યા બાદ રાહુલ ગાંધીએ એક પછી એક રાજ્યોની યાત્રા કરીને ક્ધયાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરી હતી. આ દરમિયાન તેમની દાઢી વધી ગઈ હતી અને તેમનો એકદમ અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમના દાઢી-મૂછવાળા લૂકને જોઈ લોકોએ તેમને સાધુ-સંત પણ ગણાવી દીધા હતા. જોકે હવે તેમનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.