Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયISRO દ્વારા ચંદ્રયાન-3 માટે એન્જીનનું સફળ પરીક્ષણ કરાયું

ISRO દ્વારા ચંદ્રયાન-3 માટે એન્જીનનું સફળ પરીક્ષણ કરાયું

CE-20 ક્રાયોજેનિક એન્જીનનું સળંગ 25 સેકંડ સુધી તાપ પરીક્ષણ કરવામાં આવ્યું ISRO આગામી જૂનમાં ચંદ્રયાન-3 ને લોન્ચ કરશે

- Advertisement -

ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જણાવ્યું કે, ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ વાહનના ક્રાયોજેનિક ઉપલા તબકકાને વેગ આપવા CE-20 ક્રાયોજેનિક એન્જિનનું ફલાઈટ ટેસ્ટ સફળ રહ્યું છે.

- Advertisement -

તામિલનાડુના મહેન્દ્રગીરીમાં ISRO પ્રોપલ્શન કોમ્પ્લેકસના હાઈ એલ્ટિટયુડ લોંચ સેન્ટર ખાતે 25 સેક્ધડના ચોકકસ સમયગાળા માટે ફલાઈટ સ્વીકૃતિ તાપ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય અવકાશ એજન્સીએ જણાવ્યું કે, પરીક્ષણ દરમિયાન એન્જિને તમામ પ્રોપલ્શન પરિણામોને પૂર્ણ કર્યા હતાં. આ એન્જિને પ્રોપેલન્ટ ટાંકી, સ્ટેજ સ્ટકચર અને સંલગ્ન પ્રવાહી રેખાઓ સાથે સંકલિત કરવામાં આવશે અને સંપૂર્ણ એન્જિન થશે.

ચંદ્રયાન-3 ના લેન્ડરનું તિરૂપતિમાં યુઆર રાવ સેટેલાઈટ સેન્ટર બાબતે સફળતાપૂર્વક EMI/EML પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 ના મુખ્ય ત્રણ મોડયુમાં પ્રોપલ્શન મોડયુલ, લેન્ડર મોડયુલ અને શેવરનો સમાવેશ થાય છે.
ત્રણેય મોડયુલ વચ્ચે રેડિયો ફ્રીકવન્સી ચંદ્રયાન-3 નો ઉદેશ્ય રોવરની ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરાણ કરવાની ક્ષમમતા પ્રદર્શિત કરવાનો અને રોવર દ્વારા નમૂનાઓ એકત્રિત કરવાનો છે. ચંદ્રયાન-3 ને જૂન મહિનામાં લોંચ કરવાની યોજના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular