દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગત મોડી સાંજે જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પી.આઈ. તથા બે પી.એસ.આઈ.ની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના પોલીસ મથકમાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા ડી.એમ. ઝાલાની બદલી દ્વારકાધીશ મંદિર સુરક્ષા ખાતે કરવામાં આવી છે. જ્યારે મંદિર સુરક્ષાના પી.આઈ. સી.એલ. દેસાઈને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.
આ સાથે ભાણવડના સેક્ધડ પી.એસ.આઈ. કે.એમ. જાડેજાને ખંભાળિયા તથા પોલીસ કંટ્રોલ રૂમના પી.એસ.આઈ. ડી.જી. પરમારને પણ ખંભાળિયા પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયાના પી.એસ.આઈ. એન.એચ. જોશીને અહીંના પી.આઈ. તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ખંભાળિયા પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે જ મૂકવામાં આવેલા પી.આઈ. ઝાલા સહિતની બદલીના આ ઓર્ડરોએ સ્થાનિક પોલીસ બેડામાં ભારે ચર્ચા જગાવી છે.