જામનગર શહેરમાં ધુવાવ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા કિન્નરે તેના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃત્યનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યાના બનાવની વિગત મુજબ જામનગર માં હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર માં રહેતા ભાવેશ ઉર્ફે નાયરા ભરતભાઈ લીલાપરા ઉંમર વર્ષ 19 નામના કિન્નરે કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે આડીમાં દોરી વડે ગળે ફાંસો ખાય આત્મહત્યા નો પ્રયાસ કરતા કિન્નરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સંજય ચૌહાણ દ્વારા જાણ કરાતા હેકો એચ.જી.જાડેજા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.