જામનગર શહેરમાં રહેતાં ખેડૂત સાથે દિલ્હીના ત્રણ શખ્સોએ વિશ્વાસમાં લઇ લીલા નાળિયેરના એક્સપોર્ટ માટે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી લાખોની છેતરપીંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત જામનગર શહેરના એરફોર્સ રોડ પર આવેલા મયુર નગર માં રહેતા અને ખેતી કરતા ખેડૂત નારણભાઈ દેવશીભાઈ વરુ સાથે દિલ્હીના ફરીદાબાદ માં રહેતા રોહિત કુમાર સુદ નામના શકશે ખેડૂતને વિશ્વાસમાં લઈ લીલા નાળિયેર ના એક્સપોર્ટ વ્યવસાય માટે લલચાવી એચડીએફસી બેન્ક માં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ વ્યવસાય માટે નારણભાઈ રૂપિયા 13,85,280 ની રકમ મોકલી હતી. જે પૈકીના રૂપિયા 1,75,000 શિવાંગી સુદે ટ્રાન્સફર કરી લીધા હતા ઉપરાંત નિરજા સુદના ખાતામાં રૂપિયા 1,20,000 ટ્રાન્સફર કરી થાઈલેન્ડમાં નવી પેઢી ખોલાવવાના નામે પડાવી લીધા હતા આમ ત્રણેય એક સંપ કરી ખેડૂતના ખાતામાંથી રૂપિયા 9,77,280 ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.
દિલ્હીના બે મહિલા સહિતના ત્રણ શખ્સોએ જામનગરના ખેડૂત યુવાન સાથે લીલા નાળિયેર એક્સપોર્ટના વ્યવસાય માટે લલચાવી તેમની પાસેથી લાખોની રકમ પડાવી લીધા ને બનાવવામાં નારણભાઈએ ત્રણ શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ બનાવ માર્ચ 2021 થી જાન્યુઆરી 2022 સુધીના સમયમાં બન્યો હતો જેના આધારે પોલીસે ફરીદાબાદના 300 વિરુદ્ધ છેતરપિંડીનો જૂનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.