Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયરશિયા અને યુક્રેન યુધ્ધની ગુજરાત પર કેવી અસર પડશે ?

રશિયા અને યુક્રેન યુધ્ધની ગુજરાત પર કેવી અસર પડશે ?

રાજ્યના રાયફલ શુટરો પર પડી અસર : રૂા.15 માં મળતી બુલેટનો ભાવ રૂા.23 થયો

- Advertisement -

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધની અસર ગુજરાતના રાયફલ શુટરો પર પડી છે. યુકેથી એલિસ કંપનીમાંથી આવતી બુલેટસ બંધ થતા હવે જર્મનીથી મંગાવવાનો વારો આવ્યો છે. જર્મનીથી મોંઘી પડે છે બુલેટ રૂા.15 માં મળતી બુલેટ માટે હવે રૂા.23 ચૂકવવા પડે છે જેથી માસિક બજેટ વધતુ જોવા મળે છે.

- Advertisement -

રશિયા-યુક્રેન યુદ્ધની માઠી અસરો અન્ય દેશોમાં પણ પડી રહી છે. દારૂગોળો ઉત્પાદન કરતી કંપનીઓ યુધ્ધ સામગ્રીનું ઉત્પાદન કરે છે. તેજ કંપનીઓ રમત-ગમત માટે વપરાતા સામાન્ય રેંજના શસ્ત્ર પણ બનાવે છે. યુધ્ધના પગલે કંપનીઓએ રમત-ગમત માટેની સામગ્રીનું ઉત્પાદન બંધ કર્યુ છે.

યુદ્ધની અસર રાઈફલ શુટીંગની રમત પર પડી જણાય છે. રાયફલ શુટીંગમાં પોઇન્ટ ટુ ટુ અને પોઇન્ટ થ્રિ ટુનો ઉપયોગ થતો હોય છે .જેમાં ખાસ પોઇન્ટ ટુ ટુ નો વધુ વપરાશ હોય છે. પરંતુ યુદ્ધના પગલે રાયફલની બુલેટનું ઉત્પાદન બંધ કરાયું છે. જેને લઇ રાઈફલ શુટીંગની બુલેટ મળતી નથી જેથી અન્ય કંપની પાસેથી મોંઘા ભાવે પડતી બુલેટ લેવી પડે છે. રૂા.15 માં મળતી બુલેટ હવે રૂા.23 માં પડે છે.

- Advertisement -

સમગ્ર દેશમાં રાઈફલ શુટરો પ્રેકટીસ કરતા હોય છે. જ્યારે રાઈફલ શુટીંગની સ્પર્ધા પણ યોજાતી જોવા મળે છે. સામાન્ય રીતે પ્રેકટીસ માટે રાઈફલની 65 બુલેટ અને પિસ્તોલ માટે 40 આસપાસ બુલેટ વપરાય છે જ્યારે પ્રતિબિંબ પ્રેકટીસ માટે 50 થી લઇ 200 બુલેટનો વપરાશ હોય છે.

હાલ વડોદરા માંજલપુર સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે 17મી રાઈફલ શુટીંગ સ્પર્ધા ચાલી રહી છે જેમાં સમગ્ર રાજ્યમાંથી 490 ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો છે. જ્યારે હાલ મંગાવાતી બુલેટ એલીસ કંપનીની બુલેટ કરતા આઠ રૂપિયા મોંઘડી પડી રહી છે. ત્યારે તેની સીધી અસર રાઈફલ શુટરોના માસિક બજેટ પર થતી જોવા મળે છે.

- Advertisement -

આમ, રશિયા યુક્રેન યુદ્ધની કયાંકને કયાંક માઠી અસરો બીજા દેશો પર પડતી હોય છે. જેમાં વાત કરીએ આપણા દેશની તો ગુજરાત રાજ્યના રાઈફલ શુટરોના માસિક બજેટ પર પણ આ રશિયા યુક્રેન યુધ્ધની અસરો વર્તાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular