કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં રહેતી મહિલાએ ખરેડીમાં આવેલી તેની કટલેરીની દુકાનમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કારણ જાણવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં રહેતાં અને કટલેરીની દુકાન ચલાવતા અંકિતાબેન શૈલેષભાઈ સોલંકી (ઉ.વ.29) નામના મહિલાએ રવિવારે બપોરના સમયે કાલાવડના તાલુકાના ખરેડી ગામમાં આવેલી આરાધ્યા કટલેરી નામની દુકાનમાં અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રમેશભાઈ સરવૈયા દ્વારા જાણ કરાતા એએસઆઈ જે.આર. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.