દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિતના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન વિવિધ પ્રકારે મોબાઈલ ફોનની ચોરી તેમજ ગુમ થયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. આ સંદર્ભે આસામીઓ દ્વારા પોલીસમાં કરવામાં આવેલી રજૂઆત તેમજ અરજીના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ બાદ કુલ 33 મોબાઈલ ફોનની માહિતી મેળવી અને આ ફોન શોધી કાઢવામાં આવ્યા છે.
આશરે રૂ. 4,47,786 ની કિંમતના આ મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત આપવામાં આવતા આવા આસામીઓએ રાહત સાથે પોલીસના આભારની લાગણી વ્યક્ત કરી હતી.