જામનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં બે માસ માટે પ્રવાસી શિક્ષકની નિમણૂંક કરવામાં આવશે. જે માટે શાળાઓમાં સંપર્ક કરી આચાર્યને બાયોડેટા આપવાના રહેશે.
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર હસ્તક આવેલ શાળાઓમાં હાલ શિક્ષકોની ઘટને ધ્યાને લઇ સમિતિના અધ્યક્ષ દ્વારા કમિશનર પાસે રજૂઆત કરતાં કમિશનર દ્વારા વર્ષ 2022-23 ના શૈક્ષણિક સત્રના બાકી રહેતાં બે માસ માટે ત્રીસ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવા માટે મંજૂરી આપી છે. જે ત્રીસ પ્રવાસી શિક્ષકોને શિક્ષણ સમિતિની અલગ અલગ શાળાઓમાં તેમની વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષક ઘટને ધ્યાને લઇ ફાળવવામાં આવેલ છે. જેથી સમિતિની શાળાઓમાં આગામી બે વર્ષ માટે કોઇપણ વ્યકિત પ્રવાસી શિક્ષક તરીકે કામગીરી કરવા માંગતા હોય તેમણે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સંપર્ક કરી આચાર્યને બાયોડેટા આપવાના રહેશે. જેમના આધારે શાળાની એસ.એમ.સી. સમિતિ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરી શકશે.