Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતતા.28ના રોજ ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ સેલમ સ્ટેશન સુધી જશે

તા.28ના રોજ ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ સેલમ સ્ટેશન સુધી જશે

- Advertisement -

દક્ષિણ રેલવેના મદુરાઈ યાર્ડમાં નોન-ઈન્ટરલોકિંગ કામગીરી અને મદુરાઈ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે, રાજકોટ ડિવિઝન ની ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા મુજબ, 28 ફેબ્રુઆરી, 2023 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ ઓખાથી રવાના થઈ ને સેલમ સ્ટેશન સુધી જશે. આમ આ ટ્રેન સેલમ-રામેશ્વરમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં નમક્કલ, કરૂર, ડિંડીગુલ, મદુરાઈ, મનમદુરાઈ, પરમાકુડી, રામનાથપુરમ, મંડપમ અને રામેશ્વરમનો સમાવેશ થાય છે.

- Advertisement -

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular