જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા આગામી તા.4 માર્ચના રોજ સવારે 10:00 કલાકે આઇસીઆઇસીઆઇ બેંક જામનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓફિસર, સેલ્સ ઓફિસર, સિનિયર ઓફિસરની કુલ 60 જગ્યા માટે કોઈપણ શાખાના સ્નાતક ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ જેમાં બાયોડેટા, પાસપોર્ટ સાઈઝના 2 ફોટા, છેલ્લી સ્નાતક,અનુસ્નાતક માર્કશીટ અને ડિગ્રી, આધારકાર્ડ અને પાનકાર્ડ, અનુભવનું પ્રમાણપત્ર હોય તો તેના સાથે ફોર્મલ પોશાકમાં આઇસીઆઇસીઆઇ બેંક, સોલિટેઇર બિલ્ડિંગ, ચર્ચની સામે, પીએન માર્ગ ખાતે સવારે 10:00 કલાકે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.