Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સટી-20 વર્લ્ડકપ જીતવાનું ભારતીય મહિલા ટીમનું સ્વપ્ન રોળાયું

ટી-20 વર્લ્ડકપ જીતવાનું ભારતીય મહિલા ટીમનું સ્વપ્ન રોળાયું

સેમીફાઇનલમાં ઓેસ્ટ્રેલિયાને જબરી ટકકર આપ્યા બાદ માત્ર પાંચ રને પરાજય : સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમ ચોથી વખત હારી

- Advertisement -

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા ટી20 વર્લ્ડ કપમાં ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાય ગયું છે. ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય મળતા જ ટુર્નામેન્ટની બહાર થઈ છે. ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આ ચોથીવાર હાર મળી હતી.

- Advertisement -

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું ટી20 વર્લ્ડ કપ જીતવાનું સપનું તુટી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં ભારતને પાંચ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ 2010, 2012, 2014, 2016, 2018, 2020માં પણ ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ 2010, 2012, 2014, 2018 અને 2020માં પણ ચેમ્પિયન બની હતી. આ સાથે જ ભારતીય ટીમ ઝ20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ચોથીવાર હારી ગઈ છે. આ પહેલા 2009, 2010, 2018માં પણ ટીમ સેમીફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની નબળી ફિલ્ડિંગ ચર્ચાનો વિષય બની હતી. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 167 રન બનાવી શકી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular