જામ્યુકોની સ્થાયી સમિતિએ શહેરમાં જુદા-જુદા 10.40 કરોડના વિકાસકામોને બહાલી આપી છે.
ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની પખવાડિક બેઠકમાં 10.40 કરોડના વિકાસ કામોની બહાલી આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.4માં અંબર ચોકડીથી વિવેકાનંદ સોસાયટી સુધી આરસીસી, બોકસ કેનાલ બનાવવા માટે રૂા. 4.69 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત બેડીબંદર રોડ પર બની રહેલી આવાસ યોજનાના કામમાં રૂા. 63.16 લાખમાં ભાવ વધારો તથા સ્ટાર રેઇટ ચૂકવવા પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં કેબલ, પાણીની લાઇન, ગેસ લાઇન વગેરે માટે ખોદવામાં આવેલા સ્ટ્રેચ પૂરવા માટે 50 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોટર વર્કસ, સિવિલ તેમજ રૂનિટ મરામતના કામોને મંજૂરી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિનશર વિજય ખરાડી, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની, આસી. કમિશનર કોમલ પટેલ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.


