દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ખંભાળિયા સહિત જિલ્લાના તમામ પોલીસ મથકમાં મંગળવારે સરપ્રાઇઝ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરતાં વાહન ચાલકો વિરુધ્ધ, કેફી પ્રવાહી પીધેલી હાલતમાં નીકળેલા વાહન ચાલકો સામે, બેફિકરાઈથી વાહન ચાલકો સામે, બ્લેક ફિલ્મ, ટ્રાફિકને અડચણરૂપ વાહનો વિગેરે મુજબના કુલ 300 વાહનોના ચેકીંગમાં કુલ 39 ગુન્હાઓની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેફી પ્રવાહી પીધેલ હાલતમાં નીકળેલા ત્રણ વાહન ચાલકો સામે, લગત કાગળો સાથે ના હોવાથી 4 કેસ, બ્લેક ફિલ્મ સબબ કુલ 21 ચલણ, ફેન્સી નંબર પ્લેટમાં 3 કેસ, સીટ બેલ્ટના 4 ચલણ, કાગળો વગરના ગુનામાં 2 ચલણ, બે ફિકરાઈથી વાહન ચલાવતા એક સામે કાર્યવાહી, ટ્રાફિકને અડચણ સબબ એક મળી કુલ 300 વાહનોના ચેકિંગમાં કુલ રૂપિયા 32,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.