Tuesday, December 24, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છપુલ તૂટતાં પહેલાં જ તૂટેલા હતા અડધાં કેબલ

પુલ તૂટતાં પહેલાં જ તૂટેલા હતા અડધાં કેબલ

મોરબી પુલ દુર્ઘટના અંગે સીટનો અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કરાયો : વહિવટીથી માંડીને ટેકનિકલ સુધી તમામ ક્ષેત્રે બેદરકારી

- Advertisement -

મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પૂલ દુઘર્ટનાની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા હાઈકોર્ટ સમક્ષ રીપોર્ટ પેશ કર્યો છે અને તેમાં ચોંકાવનારા તથ્યો રજુ કર્યા છે. દુર્ઘટના પૂર્વે જ ઝુલતા પુલના અર્ધોઅર્ધ કેબલ તુટેલા હોવાની શંકા દર્શાવવા સાથે તમામે તમામની બેદરકારી હોવાનો અંગુલી નિર્દેશ કર્યો છે. સદી જુના ઝુલતા પૂલને મજબુત બનાવવા માટે યોગ્ય કામગીરી કરવામાં વહીવટીથી માંડીને ટેકનીકલ બેદરકારી તરફ આંગળી ચીંધતા રીપોર્ટમાં પુલના મેઈનટેનસના કરાર સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે.મોરબી પાલીકાનાં જનરલ બોર્ડની અનુમતી વિના ચીફ ઓફીસર ઓરેવા ગ્રુપ સાથે કરી શકતા નથી ઝુલતો પુલ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યારે જ દુર્ઘટના ઝળુંબતી જ હતી. પુલના 49 માંથી 22 કેબલ દુર્ઘટના પૂર્વે જ તુટેલા જેવા જ હતા અને બાકીનાં પણ 27 પછી તુટયા હતા. મોરબી પાલીકાનાં ચીફ ઓફીસર તથા ઓરેવા ગ્રુપ વચ્ચે 8 મી માર્ચે 2022 ના રોજ કરાર થયો હતો કોન્ટ્રાકટરને સમયગાળો 15 વર્ષનો હતો.ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા ઉપરાંત પ્રમુખ ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન સામે પણ આંગળી ચીંધવામાં આવી છે. કરારનો મુદ્દો તેઓ સામાન્ય સભામાં લઈ શકતા હતા.નગરપાલીકાએ ઝુલતા પુરની ટીકીટનાં દર વધારવાની કંપનીની દરખાસ્ત સ્વીકારી ન હતી અને પુલનો કબ્જો પાછો માંગ્યો હતો પરંતુ કંપનીએ પાછો આપ્યો ન હતો. કોઈપણ પક્ષ દ્વારા પુલની હાલત સુધારવા યોગ્ય પગલા લીધા ન હતા. કંપનીના અણધડ વહીવટ તથા એક જ સમયે અમર્યાદિત લોકોને પ્રવેશની છુટ આપવા તથા ટીકીટ વેચાણ પર કોઈ મર્યાદા નહિં રાખવાની પણ ઝાટકણી કાઢી હતી. ઝુલતા પુલનું સંચાલન ઓરેવા ગ્રુપને સોંપવામાં સામાન્ય સભાની મંજુરી નહિં લઈને ગુજરાત મ્યુનિસિપાલીટી કાયદાનો પણ ભંગ કરવામાં આવ્યો હતો. 8 માર્ચે થયેલા કરારમાં સામાન્ય સભાની મંજુરીને આધિન રહેવાનું જણાવાયું હતું. પરંતુ સામાન્ય સભામાં આ દરખાસ્ત જ હાથ પર લેવામાં આવી ન હતી.કાયદાની કલમ 65 (3) હેઠળ સામાન્ય સભાની પૂર્વ મંજુરી જરૂરી હોય છે. સીટના રીપોર્ટમાં કંપનીની બેદરકારી પણ દર્શાવવામાં આવી છે. ટીકીટના ભાવ વધારવાની દરખાસ્ત નામંજુર કરાયા બાદ કંપનીએ ઝુલતા પુલનો કબ્જો પરત સોંપ્યો ન હતો.કંપનીએ રીપેરીંગ કામનું આઉટસોર્સીંગ કરી દીધુ હતું અને ટેકનીકલ નિષ્ણાંતોની મદદ વિના તથા મુખ્ય કેબલનાં પરિક્ષણ વિના જ કામ આટોપી લેવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular