Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છપાંચ દાયકામાં પહેલીવાર ફેબ્રુ.માં હિટવેવની આગાહી

પાંચ દાયકામાં પહેલીવાર ફેબ્રુ.માં હિટવેવની આગાહી

સૌરાષ્ટ્ર, કચ્છમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

- Advertisement -

સામાન્ય રીતે શિવરાત્રી સુધી ઠંડીનું જોર રહે છે અને હોળી બાદ ધીમે-ધીમે તાપમાનમાં વધારો થાય છે અને માર્ચ મહિનામાં ગરમીનો પ્રારંભ થતો હોય છે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ જાણે ઉનાળાએ દસ્તક દીધી હોય તેમ પારો સતત વધી રહ્યો છે. સામાન્ય રીતે શિયાળામાં કોલ્ડવેવની આગાહી આવતી હોય છે અને ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નીચુ રહેતુ હોવાના કારણે ઠંડીનો અહેસાસ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો 50 વર્ષમાં પહેલી વાર હિટવેવની આગાહી આવી છે. ખાસ કરીને રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ઉપરાંત, આ વર્ષે ઉનાળો આકરો રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ રહેશે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવ રહેશે.

મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. આગામી 48 કલાક બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ વર્ષે મહત્તમ તાપમાને પણ રેકોર્ડ બનાવ્યો છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઉતાર ચડાવ જોવા મળ્યા છે. બે દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થશે. જોકે શિયાળામાં પણ લોકો ઉનાળાની ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. બપોર થતા રસ્તા સૂમસામ જોવા મળે છે. છેલ્લા ઘણા દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યાં છે. જેના કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે. જેમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular