જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં દરબાર પાળામાં રહેતા અને સફાઈ કામ કરતાં મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ દરવાજાના તાળા તોડી રૂમમાં રહેલા કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂા.3 લાખની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડેશ્વરમાં દરબારપાળા વિસ્તારમાં રહેતાં અને સફાઈ કામ કરતા નિર્મલાબેન રતીલાલ ડંડિયા નામના મહિલાના ગત તા.8 ના રાત્રિથી તા.9 ના સવાર સુધી બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને રૂમમાં રહેલા લોખંડના કબાટનો લોક તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા. 3,01,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.વી.વણકર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.