જામનગર શહેરમાં દરબારગઢ પોલીસ ચોકી સામે આવેલા બસ સ્ટેન્ડમાંથી અજાણ્યો પુરૂષ બેશુદ્ધ હાલતમાં મળી આવતા પોલીસે યુવાનને હોસ્પિટલે ખસેડતા જ્યાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કરતાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દરબારગઢ સર્કલમાં આવેલી પોલીસચોકી નજીકના બસ સ્ટેન્ડમાં ગઇકાલે સવારના સમયે આશરે 35 વર્ષનો અજાણ્યો યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવ્યાની ઈમરાનભાઇ લાલપરિયા નામના વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ યુવાનને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જેના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.