Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરકાવતરાથી ભાડૂતી મિલ્કતનો કબજો છિનવી લેવાનો પ્રયાસ કરનાર મકાન માલિકને કાનૂની લપડાક

કાવતરાથી ભાડૂતી મિલ્કતનો કબજો છિનવી લેવાનો પ્રયાસ કરનાર મકાન માલિકને કાનૂની લપડાક

- Advertisement -

જામનગરના સુપ્રસિઘ્ધ જૈન દેરાસર રોડ સ્થિત પુનાતર ફળીમાં હીરાબેન મોતીલાલ પુનાતર રે. હાલ રાજકોટ ના મકાનમાં 40 વર્ષ ઉપરાંતથી ભાડુઆત દરજ્જે રહેતાં સ્વ. જયંતિલાલ મનસુખલાલ મહેતા (ચેલાવાળા) ના વારસો તહેવારો નિમિત્તે બહાર હતા તે દરમ્યાન તાળા બંધ મકાનની છત મકાન માલિક દ્વારા તોડી પાડવાની કાર્યવાહી કરાતા સમગ્ર મામલો જનમાષ્ટમી ની જાહેર રજાના દિવસે ભાડુઆતના વકીલ મહેશ એ. તખ્તાણી મારફત રજાના દિવસે દાવો રજુ લેવાની ખાસ અરજીના આધારે અદાલતે દાવો નોંધવાની કાર્યવાહી કરી પ્રાથમિક સુનાવણી તત્કાલિન ન્યાયાધીશ દ્વારા નિવાસ સ્થાને હાથ ધર્યા બાદ કેસની આખરી સુનાવણીના અંતે ભાડાવાળી જગ્યાની છત પુન:સ્થાપિત કરવા અંગેનો આદેશાત્મક હુકમ કરી હુકમનામું કરી આપ્યાનો શકવર્તી ચુકાદો જાહેર કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

અદાલત દ્વારા કેસની ગંભીરતા ધ્યાને લઈ જાહેર રજાના દિવસે હાથ ધરાયેલ સુનાવણીથી ’ન્યાય ઝંખનારાઓ માટે અદાલતના દ્વાર કયારેય બંધ હોતા નથી તેવી પ્રતિતી કરાવી છે. વિશેષ, જાહેર રજાઓ – તહેવારો અને શની – રવિની રજાઓમાં કાયદો હાથમાં લેનારાઓ માટે અદાલત્તે લાલ બત્તી આગળ ઘરી દીધી છે. મકાન માલિક દ્વારા સાતમ-આઠમ તથા રવિવાર – નોમ’ ની રજાનો દુરુપયોગ કરી સમગ્ર મકાન જમીન દોસ્ત કરવાના રચાયેલા કારસા ઉપર ભાડુઆતો દ્વારા હાથ ધરાયેલ કાનૂની કાર્યવાહી થી પાણી ફરી વળ્યું હતું.

તત્કાલીન ન્યાયાધિશ દ્વારા તેમના નિવાસ સ્થાને વકીલ મહેશ એ. તખ્તાણી દ્વારા હાથ ધરાયેલ પ્રાથમિક સુનાવણી બાદ રાજકોટ સ્થિત મકાન માલિક હીરામતી મોતીલાલ પુનાતર તથા તેણીના મદદગાર રચિત અશોકકુમાર જલાણી વિરૂધ્ધ અરજન્ટ કારણદર્શક નોટીસ જારી કરી, જગ્યાનું પંચનામું કરવાનો હુકમ પણ કરેલો તેમજ રાજકોટ સ્થિત બન્ને પ્રતિવાદીઓને સમન્સ-નોટીસ ખાસ બેલીફ ની નિમણુંકથી બજાવવા અને જરૂર પડયે તેવા નોટીસ-સમન્સ તેઓના નિવાસ સ્થાને ચોડી બજાવવાનો હુકમ પણ કરેલો. અદાલતી હુકમ બાદ કોર્ટ બેલીફ અને ભાડુઆત નોટીસ ની બજવણી અર્થે તુર્ત જ રાજકોટ મુકામે રવાના થયા હતાં અને બજવણીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી.

- Advertisement -

અદાલતી હુકમના આધારે ’નોમ’-રવિવારે હાથ ધરાયેલ પંચનામાની કાર્યવાહી દરમિયાન સ્થાનિકે ” ની પ્રવૃત્તિ ચાલતી હોવાનું પ્રકાશમાં આવતા કોર્ટ કમિશ્નર પણ ચોંકી ઉઠયા હતા, તાબડતોબ 100 નંબર ઉપર ફોન કરીને પોલીસ વ્યવસ્થા કરવામાં આવતા પુનાતર ફળીમાં બબાલ મચી જવા પામી હતી અને અંતે પંચનામાની તમામ કાર્યવાહી પુર્ણ કરી, કોર્ટ કમિશ્નર દ્વારા અદાલતમાં સમગ્ર જગ્યાનો ચિત્તાર ” સ્કેચ સાથે અદાલત સમક્ષ રજુ થવા પામ્યો હતો.
અદાલત સમક્ષ મકાન માલિક ના પ્રપંચ – કાવતરા અને સમગ્ર ઘટનાનો ” કરવામાં પુરાવાનાં અંતે વાદી તરફે હાજર રહેલ નગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી તથા જીતેશ એમ. મહેતા પોતાની કાયદાકીય એવી આગવી કોઠા સુઝને કારણે સફળ રહેવા પામ્યા છે.

મકાન માલિક દ્વારા સ્થાનિકે પાડતોડ કરી રહેલા મજુરો જામનગર મહાનગર પાલિકાના હોવા અંગે અને કોર્પોરેશનને તે રીતે વચ્ચે ધકેલ્યાનો મિથ્યા પ્રયાસ પણ પોલીસ કાર્યવાહીમાં ખુલવા પામ્યો હતો. મામલાની ગંભીરતાને ઘ્યાને લઈ ડી.વાય. એસ.પી. તથા કોર્પોરેશનના આસિ.ટાઉન પ્લાનર વસાણિયા તેમજ રાજભા પોલીસ સ્ટેશન દોડી ગયા હોવાનું અને ખરી હકીકતે પાડતોડ કરનાર શખ્સો કોર્પોરેશનના માણસો કે કર્મચારીઓ નહીં હોવાનું પણ સ્થાનિકે હાજર રહેલ આસિ. ટાઉન પ્લાનર વસાણીયા અને એસ્ટેટ વિભાગના રાજભા દ્વારા લેખિતમાં જાહેર કરાયાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.

- Advertisement -

આમ, અત્યંત રસપ્રદ અને વિશીષ્ટ કહી શકાય તેવા આ ખાસ કેસમાં મકાન માલીક હીરાબેન પુનાતરની ઉલટ તપાસ દરમ્યાન તેણીએ કેસમાં પોતાની તરફે રજુ કરેલ બચાવથી વિરૂધ્ધની હકીકતો અદાલત સમક્ષ ખુલવા પામી હતી જેમાં દાવાવાળી જગ્યા જુની અને જર્જરીત હોવાથી પાડવા અંગે કોર્પોરેશન દ્વારા મંજુરી અપાયાનું તથા ભાડાવાળી જગ્યા ભાડુઆત દ્વારા તેણીને પાછી સોપી અપાયેલ હોય અને તેથી વાદીઓ ભાડુઆતનો દરજજો ધરાવતા ન હોવાનું વગેરે જુઠ્ઠું સાબિત થવા પામ્યું હોવાનું અદાલત સમક્ષ જાહેર થયેલ હોવાથી અદાલતે વાદી પક્ષે હાજર રહેલ જામનગરના વકીલ મહેશ એ. તખ્તાણી દ્વારા રજુ થયેલ કાયદા તથા હકીકતના મુદાઓ અંગેની ધારદાર દલીલોના અંતે પ્રતિવાદી મકાન માલીક હીરાબેન મોતીલાલ પુનાતર વિરૂધ્ધનો ચુકાદો જાહેર કરી, ભાડાવાળી જગ્યાને તોડી પાડવામાં આવેલ છત ફરીથી બનાવી આપવા / પુન: સ્થાપિત કરવા તેમજ વાદી પક્ષને દાવામાં થયેલ ખર્ચ ચુકવી આપવા અંગેનો એતિહાસિક કહી શકાય તેવો આદેશાત્મક ચુકાદો ભાડુઆત – વાદીની તરફેણમાં જાહેર કરતાં અદાલતી પટાંગણમાં કાનુનીવિદો વચ્ચે ચર્ચાનો વિષય બનવાની સાથે અદાલતી ચુકાદો સરાહનાને પાત્ર ઠર્યો છે.

અનેક આંટી-ઘુંટીઓ સાથે સંકળાયેલ અને જાહેર રજાના દિવસે થયેલ દાવાની આ કાર્યવાહીમાં ભાડુઆત તરફેના આ કેસમાં વાદી – ભાડુઆત તરફે જામનગરના વકીલ મહેશ એ. તખ્તાણી એન્ડ એસોસીએટ્રસ, એડવોકેટ જીતેશ એમ. મહેતા, એડવોકેટ નિપુલ એચ. બારોટ, એડવોકેટ સોનલ પરમાર, ટ્રેઇની સંજના એમ. તખ્તાણી, મનિષા ભાગવત, મુર્તુજા મોદી, રીના રાઠોડ તથા પુજા રાઠોડ રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular