અમેરિકામાં ટેનેસી સ્ટેટ બોર્ડર નજીક આવેલા, મીસીસીપીના નાના ગામમાં ગોળીબારના શ્રેણીબદ્ધ બનાવોમાં છ લોકોના નિપજયા હતા. આ હત્યાકાંડના અનુસંધાને એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
અમેરિકામાં જાન્યુઆરીમાં ત્રણ જ સપ્તાહમાં ગોળીબારના છ ઘટનાક્રમો સર્જાયા બાદ 23 જાન્યુઆરીથી કોઈ નવો બનાવ ન બનતા તંત્રે રાહતનો શ્ર્વાસ લીધો હતો ત્યાં શુક્રવારે હત્યાકાંડના નવા બનાવથી બાઈડન તંત્ર સ્તબ્ધ બન્યુ છે.સતાવાર સૂત્રોએ કહ્યું કે, અંધાધુંધ ગોળીબાર-હત્યાકાંડ જયાં છે તે ગામની વસતી માત્ર 285 લોકોની જ છે અને લોકો એકબીજા સાથે પરીચીત જ હતા. અંધાધુંધ ગોળીબારને પગલે આસપાસની બે સ્કુલોને તત્કાલ બંધ કરી દેવામાં આવી હતી. જો કે, વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાનું પછી જાહેર કરાયુ હતું. આ ગોળીબાર ઘટનામાં છ લોકોના મોત નિપજયા હતા. હત્યાકાંડ બાદ આરોપીની ધરપકડ લેવામાં આવી હતી.