ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત 4 મેચોની ટેસ્ટ શ્રેણી ભારતમાં રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચનો આજે બીજો દિવસ છે. ભારતની ટીમની શરૂઆત ખુબ ખરાબ થઈ છે. ટીમ ઈન્ડિયાની ચાર વિકેટ પડી ગઈ છે. પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા પુજારા પાસે મોટી ઈનિંગની અપેક્ષા હતી પણ તે શૂન્ય રન પર જ આઉટ થયો. હજુ ગઇકાલે જ પોતાની 100મી ટેસ્ટ રમનાર ચેતેશ્ર્વર પૂજારાનું સુનિલ ગાવસ્કરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે પૂજારા 100મી ટેસ્ટ સદી ફટકારી ભારતને વિજય અપાવે તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી.