જામનગર પટેલ કોલોનીમાં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની 20મી વર્ષગાંઠની નિમિત્તે ત્રિ-દિવસિય ઉજવણી નિમિત્તે ગઇકાલે પ્રથમ દિવસે બપોરે 3 કલાકે પાર્શ્ર્વનાથ ભગવાનને પંચકલ્યાણકની પૂજા ભણાવાઇ હતી. સાંજે 6 વાગ્યાથી ભગવાનની આંગી કરવામાં આવી હતી. જેનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ લીધો હતો. ત્યારબાદ રાત્રે 8 કલાકે દેરાસરમાં વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી દ્વારા ભાવના (ભક્તિ સંગીત) ભણાવવામાં આવી હતી. ભાવના પૂર્ણ થયા બાદ આરતી-મંગલ દિવાનો લાભ લોકોએ લીધો હતો. 20મી વર્ષગાંઠની ઉજવણીનો આજે બીજો દિવસ છે. ત્યારે બપોરે 3 કલાકે પાર્શ્વનાથ ભગવાનની પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવશે. સાંજે આંગીના દર્શન તથા રાત્રે ભાવના ભણાવવામાં આવશે.


