Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરટાઉનહોલમાં ચાલતા સમારકામ દરમિયાન નાગરિકને ઇજા પહોંચતાં ગુનો નોંધવા માગ

ટાઉનહોલમાં ચાલતા સમારકામ દરમિયાન નાગરિકને ઇજા પહોંચતાં ગુનો નોંધવા માગ

- Advertisement -

જામનગર શહેરમાં ટાઉનહોલ ખાતે ચાલતાં આધારકાર્ડ કેન્દ્ર ખાતે શહેરનો નાગરિક આધારકાર્ડ કઢાવવા ગયા હોય, આ દરમિયાન અહીં ચાલતાં સમારકામ દરમિયાન ઉપરથી બારીનો ઘા કરવામાં આવતા નાગરિકને ઇજા પહોંચી હોય, આ અંગે સમારકામના કોન્ટ્રાકટર તથા જવાબદાર કર્મચારીઓ વિરુધ્ધ ગુનો નોંધી પગલાં લેવા સીટી-બી પોલીસમાં રજૂઆત કરાઇ છે.

- Advertisement -

નરેન્દ્રભાઇ ચાવડા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ટાઉનહોલમાં ચાલતી આધારકાર્ડની કામગીરીમાં તેઓ ગત તા. 17 ફેબ્રુઆરીમાં તેમના પુત્રવધુનું આધારકાર્ડ કઢાવવા ગયા હતાં. આ દરમિયાન આધારકાર્ડની લાઇનમાં ઉભા હોય, તે દરમિયાન આધારકાર્ડ કેન્દ્રના ઉપરના ભાગે સમારકામ ચાલતું હોય, ત્યાંથી કોન્ટ્રાકટર કે તેના કોઇ માણસ દ્વારા ઉપરથી બારીનો ઘા કર્યો હતો. જે ફરિયાદીને માથા ઉપર પડતાં ગંભીર ઇજા પહોંચી હતી અને જી.જી. હોસ્પિટલમાં ખસેડાતાં સારવાર કરાવાઇ હતી. આથી ટાઉનહોલમાં ચાલતાં કામના કોન્ટ્રાકટર તથા તેના માણસો દ્વારા બેદરકારી દાખવી હોય, આ અંગે ગુનો નોંધી પગલાં લેવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular