જામનગર શહેરમાં એસ.ટી. રોડ પરથી પસાર થતી જિલ્લા વિકાસ અધિકારીની ઈનોવા કાર પાછળ એકસેસના ચાલકે બેફીકરાઈથી ચલાવી કાર સાથે અથડાવી સરકારી કારમાં નુકસાન પહોંચાડયાની ચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરનાં એસ.ટી. ડેપો રોડ પર જોલી બંગલા પાસેથી જિલ્લા વિકાસ અધિકારીની સરકારી ઈનોવા ગાડી જીજે-10-જીએ-0002 નંબરની કારના ચાલક જીતેન્દ્રભાઈ પસાર થતા હતાં ત્યારે પાછળથી પૂરઝડપે આવતા જીજે-10-એઆર-8971 નંબરના એકસેસ બાઈકના ચાલકે બાઈક ઈનોવા કાર પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો આ અકસ્માતમાં સરકારી કારની સાઈડલાઇટ અને બમ્પર તોડી નાખી સાત હજારનું નુકસાન પહોંચાડયું હતું. આ બાબતે કારના ચાલકને બાઈકસવાર તથા તેના પિતાએ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ‘તમારાથી જે થાય તે કરી લેજો’ અને ધમકી આપી હતી. અકસ્માત કરી ધમકી આપ્યાના બનાવમાં જિલ્લા વિકાસ અધિકારીની કારના ચાલકે જીતેન્દ્ર ચોલેરા એ એકસેસ ગાડીના ચાલક અને તેના પિતા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે તપાસ આરંભી હતી.