હોળી આવે તે પહેલાં જ રાજયમાં ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જામનગર શહેરમાં દિવસનું તાપમાન 35 ડિગ્રીએ પહોંચી જતાં દિવસે ઉનાળા જેવો અહેસાસ થવા લાગ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં આગામી સપ્તાહ દરમ્યાન હિટવેવ જેવી સ્થિતિ નિર્માણ પામવાની સંભાવના દર્શાવવામાં આવી છે. અહીં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી જવાની સંભાવના હવામાન તજજ્ઞ દ્વારા વ્યકત કરવામાં આવી છે.