જામનગર જિલ્લાના ફલ્લા ગામે 15 ઘેટા-બકરાના મોતથી અરેરાટી ફેલાઈ હતી. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ અને પશુપાલનની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જંગલી જાનવર દ્વારા હુમલો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના ફલ્લા ગામે મેરાભાઇ નાથાભાઈ બંભવાના 15 ઘેટા-બકરાના એકાએક મોત નિપજતાં પશુપાલકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગ અને પશુપાલન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં જંગલી જાનવર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જંગલી જાનવરના હુમલામાં પાંચ જેટલા પશુઓ ઘાયલ થયા હોવાની ઘટના પણ સામે આવી છે.
વન વિભાગ અને પશુપાલનની ટીમ દ્વારા કયા જાનવર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ? તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી.