Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયરશિયાએ ક્રિમિયામાં 6,000 યુક્રેની બાળકોને કેદ કર્યા

રશિયાએ ક્રિમિયામાં 6,000 યુક્રેની બાળકોને કેદ કર્યા

રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ છેલ્લા એક વર્ષથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રશિયાએ આ યુદ્ધ દરમિયાન યુક્રેનના મોટાભાગના શહેરોને ખેદાન-મેદાન કરી નાખ્યા છે. આ બધા વચ્ચે તેણે અનેક લોકોને કેદી બનાવી લીધા છે. પણ ચોંકાવનારો અહેવાલ એ છે કે રશિયાએ તેના કબજા હેઠળના ક્રીમિયામાં પણ લગભગ 6,000 જેટલા યુક્રેની બાળકોને કેદ કરી રાખ્યા છે. એક અમેરિકી સમર્થક અહેવાલના આધારે આ માહિતી જાહેર કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું છે કે આ બાળકોને સાચવવા અને તેમને ઉછેરવાનો ઉદ્દેશ્ય પુટિનના સૈન્ય દ્વારા તેમને રાજકીય શિક્ષણ આપીને તેમના બ્રેનવોશ કરવાનું હોઈ શકે છે.

- Advertisement -

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યેલ યુનિવર્સિટીના રિસર્ચરોએ ઓછામાં ઓછા 43 જેટલા કેમ્પ અને સેન્ટરની ઓળખ કરી લીધી છે જ્યાં આ યુક્રેની બાળકોને કેદ કરી રખાયા છે. આ કેમ્પ અને સેન્ટર ફેબ્રુઆરી 2022 બાદના આક્રમણ બાદથી મોસ્કો દ્વારા સંચાલિત મોટાપાયે વ્યવસ્થિત નેટવર્કનો હિસ્સો હતા.

એક રિસર્ચર નાથેનિયલ રેયમંડે કહ્યું કે અમને એવું લાગે છે કે આ કેમ્પ સંચાલિત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના બ્રેઈનવોશ કરવાનો જ હોઈ શકે છે. તેમાંથી કેટલાક બાળકોને તો રશિયાના પરિવારોએ દત્તક પણ લઈ લીધા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular