જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી યુવતી સવારના આઠ વાગ્યાના સમય આસપાસ ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા બાદ ન મળતા પરિવારજનોએ આ બાબતની જાણ પોલીસને કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર મયુરનગર પ્રજાપતિની શેરી નં. 5 માં રહેતાં જાગૃતિબા ભરતસિંહ રાઠોડ (ઉ.વ.34) નામની યુવતી ગત તા.28/02/2023 ના સવારના આઠેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઇને જાણ કર્યા વગર કયાંક જતાં રહેલ છે. પરિવારજનો દ્વારા તપાસ કર્યા બાદ પણ યુવતીનો પત્તો નહીં લાગતા આ અંગે સિટી સી ડીવીઝનમાં યુવતી ગુમ થયાની જાણ કરી હતી. યુવતી શરીરે મધ્યમ બાંધાની વાને ઉજળી અને ઉંચાઈએ આશરે 4 ફુટ 5 ઇંચ અને લીલા કલરની સાડી પહેરેલ તેમજ હિન્દી, ગુજરાતી ભાષા જાણે છે. ઉપરોકત તસ્વીરમાં દર્શાવેલ યુવતી અંગે કોઇને જાણકારી મળે તો સિટી સી ડીવીઝનના પોલીસ હેકો એન.બી. સદાદીયા મો.99259 77049 તેમજ પોલીસ સ્ટેશનના નંબર 0288- 2550805 ઉપર જાણ કરવા પોલીસમાં યાદીમાં જણાવાયું છે.